ક્યા અઘરું છે!
ક્યા અઘરું છે!


ક્યા અઘરું છે જીવનમાં કશું !
આ અડીખમ પહાડની, ટોચ પર જવું.
કાંટા, કાંકરા, ઝાડી, ઝાંખરાં,હોય ભલે લાખો,
પણ હૈયે છલોછલ હોય આત્મવિશ્વાસનો,પ્યાલો.
આ કાળમીંઢ પથ્થરને ણ તોડે,
આ સતત વહેતી ઝરણાની ધાર,
ક્યા અઘરું છે જીવનમાં કશું,
હોય હૈયે શ્રદ્ધા અપાર.
પહાડનો સીનો ફાડી નિકળે આ સૂરજ,
સોનેરી કિરણોની લ્હાણી કરવા,
ક્યાં અઘરું છે આ અંધકારને દૂર કરી,
પ્રકાશ પાથરવાનું, ક્યાં અઘરું છે !
આ સફળતાની ટોચ પર,પહોંચવાનું.
હોય કોઈનો હાથમાં હાથ,
ઈશ્વરનો હોય સાથ, ક્યાં કશું અઘરું છે.
આ કાળમીંઢ પથ્થરનો સીનો ફાડી,
ઊગે નીત નવા ફૂલ,
કરે મનુષ્ય પ્રયત્ન તો ક્યાં અઘરું છે,
ઈશ્વરની અદ્રશ્ય રહેમતથી,
ભીંજવવાનું કામ.