STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

કવિતા

કવિતા

1 min
25.5K


વેદના સહીસહીને લખાય છે કવિતા. 

અંતર વહીવહીને લખાય છે કવિતા. 


લાગણીઓ શબ્દો પામવાને મથતી,

કેટલુંય રહીરહીને લખાય છે કવિતા. 


ઉર અનુભૂતિ કાગળ ના આલેખતો, 

કલમ ગ્રહીગ્રહીને લખાય છે કવિતા.


અસંભવ પ્રત્યેકને ન પણ સમજાય,

હમદર્દીને કહીકહીને લખાય છે કવિતા. 


હોય છે આત્મબોધ ના ઉપદેશ કદી,

ગમે ત્યાં અહીંતહીંને લખાય છે કવિતા. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance