કવિતા મીઠી સરવાણી
કવિતા મીઠી સરવાણી
નિબંધથી હું છું ઘણી નાની ને વાર્તાથી ટૂંકી,
કવિતા તણી પંક્તિ એમ વ્યાકરણ જાય ચૂંકી,
ભાવના પ્રકટ કરવા નિયમ અમારા ન્યારા,
અન્યોક્તિ ને સંગીત અમને બહુજ પ્યારા,
વાક્ય ન કાવ્યમાં એટલે તો કરાય છે પઠન,
લયબદ્ધ ગીત સંગીતથી થાય છે એનું ગઠન,
કદી છંદથી કવિતા રચાય અતિ રસલક્ષી,
કલોપકારક ઉદ્દબોધક પદ ને સૌંદર્યલક્ષી,
કડી કવિતાની આવાહન કરે આપી ઉપમા,
વિચારોત્તેજક રૂપક કરે વૃદ્ધિ અમારા રૂપમાં,
નિબંધ ને વાર્તાથી ભલે કવિતા રહી નાની,
ગીત ગાગરમાં સાગર એ વાત નથી છાની,
વાર્તાથી ટૂંકી ને નિબંધથી ભલે રહી નાની,
કવિતાને સાહિત્યની મીઠી સરવાણી માની.