STORYMIRROR

Hemisha Shah

Drama

4  

Hemisha Shah

Drama

કવિતા લખાય છે

કવિતા લખાય છે

1 min
201

આત્માના સ્પંદનો શાહી બની,

કાગળ પર વિખરાય છે,

ત્યારે કવિતા લખાય છે ...


જયારે એક સવારને સૂરજના,

તપતા કિરણો પર વહાલ ઉભરાય છે,

ત્યારે કવિતા લખાય છે ..


પર્ણ ને ઝાકળની ભીનાશમાં,

લાગણી સ્પર્શાય છે,

ત્યારે કવિતા લખાય છે ...


એક નજરને બીજી નજરની,

સંવેદના સ્પર્શાય છે,

ત્યારે કવિતા લખાય છે ...


યુવા હૃદયમાં જયારે,

પ્રેમનો પગરવ સંભળાય છે,

ત્યારે કવિતા લખાય છે ...


વિરહના આંસુ પાલવ થકી,

સ્પર્શાય છે,

ત્યારે કવિતા લખાય છે ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama