STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Inspirational

4  

Umesh Tamse 'Dhabkar'

Inspirational

કવિતા - જિંદગી

કવિતા - જિંદગી

1 min
179

બોજ સઘળો એના ફાળે હોય છે, 

કામ જે માણસની માથે હોય છે. 


એમની સાથે પ્રભુ કાયમ રહે, 

જે ગરીબોની વહારે હોય છે. 


સ્વાર્થ ખાતર માત્ર બોલાવ્યા કરે, 

આદમી તે સૌના ધ્યાને હોય છે.


કર્મ સારાં હો કે નરસા શું ફરક? 

નામ તો પેપરનાં પાને હોય છે. 


સૌ અહમ રાખી શું કરવાના અહીં, 

જિંદગી તો મૃત્યુ નામે હોય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational