કૂવો
કૂવો
કૂવો ખોદીયે તો મીઠું જળ મળે,
તેના થકી વૃક્ષ વેલી ને નવું જીવન મળે,
વાડી રહે સદા હરી ભરી,
સુખી રહે સદા ઘરની નારી,
અનાજ ફળ ફૂલોનાં ઘરેણાંથી શોભે આ વાડી,
આ શાકભાજી ને વેલા ઊગી નીકળે ધરતીનો સીનો ફાડી,
પ્રસન્ન થયું પેટાળ ને કૂવે પ્રકટ્યું જળ,
હરખાઈ ખેડૂત ને, મળ્યું વાવેતર કરવાનું બળ,
આ શરીરમાં વસેલો આત્મા પણ કૂવા જેવો,
આત્માના કૂવે ઉતરીએ ઊંડા,
તો શાયદ પરમાત્મા મળે.
