કુટુંબ
કુટુંબ


નથી સમજાતું મને કે શીદ ને આવું થાય છે,
સંયુક્ત કુટુંબો આજે ટુકડામાં વહેંચાય છે,
ઘરને નામે આમ તો બને છે મોટા મહેલો,
પરંતુ એમાં માત પિતાનો સમાવેશ કયાં થાય છે,
કુટુંબ ભાવના ખોવાઈ છે ધનની ભૂલભૂલૈયામાં,
સંબંધો આજે ધન વૈભવના ત્રાજવે તોલાય છે,
ઘર થયાં મોટા ને મનમાં ખુટી પડી છે જગ્યા,
હૈયાના સંબંધો હવે આંગળીના ટેરવે સચવાય છે,
કહે જાની બાંધો લાકડીનો તોડતાં તુટે નહિં,
ને એકલવાયી લાકડીના અંતે ટુકડે ટુકડા થાય છે.