નાચ બતાવે મોર રે
નાચ બતાવે મોર રે

1 min

570
ઉમડ ઘુમડ થઈ વાદળ આવ્યા,
પવને મચાવ્યો શોર રે,
મસ્તીમાં રમે ને ગાય,
નાચ બતાવે મોર રે,
વાદળ ગરજે, વિજળી ચમકે,
મેઘાનું છે જોર રે,
મસ્તીમાં રમે ને ગાય,
નાચ બતાવે મોર રે,
ફર ફર ફર ફર પાંખ ફેલાવે,
રંગોની છે છોળ રે,
મસ્તીમાં રમે ને ગાય,
નાચ બતાવે મોર રે,
માથે કલગી શોભે એના,
ચિતડાનો છે ચોર રે,
મસ્તીમાં રમે ને ગાય,
નાચ બતાવે મોર રે.