સ્નેહના વાદળ
સ્નેહના વાદળ


તારી ચાહત, તારી ખૂશ્બૂ,
તારી યાદો લાવ્યા છે,
વર્ષો બાદ ફરીથી આજે,
સ્નેહના વાદળ આવ્યા છે,
ભીંજાવું વરસાદમાં મારે,
મનડું મારૂ કોરું છે,
ધીંગામસ્તી કરતું રમતું,
દલડું મારુ છોરૂ છે,
મેઘના છાંટા ફરીથી આજે,
શૈશવ પાછું આવ્યા છે,
વર્ષો બાદ.........
રોમ જોમ જુસ્સામાં ફરતું,
વાદળ સમ ગરજે છે,
ચાહતમાં ભીંજાઈ ને એની,
યાદોમાં વરસે છે.
મેઘના છાંટા ફરીથી આજે,
યૌવનના રંગો લાવ્યા છે,
વર્ષો બાદ....
તારી ચાહત, તારી ખૂશ્બૂ,
તારી યાદો લાવ્યા છે,
વર્ષો બાદ ફરીથી આજે,
સ્નેહના વાદળ આવ્યા છે.