STORYMIRROR

Dhrumil Jani

Drama Romance Others

3  

Dhrumil Jani

Drama Romance Others

સ્નેહનાં વાદળ

સ્નેહનાં વાદળ

1 min
191

તારી ચાહત, તારી ખુશ્બૂ

તારી યાદો લાવ્યા છે 

વર્ષો બાદ ફરીથી આજે 

સ્નેહનાં વાદળ આવ્યા છે,


ભીંજાવું વરસાદમાં મારે 

મનડું મારૂ કોરું છે,

ધીંગામસ્તી કરતું રમતું 

દલડું મારુ છોરૂ છે,

મેઘના છાંટા ફરીથી આજે 

શૈશવ પાછું આવ્યું છે 

વર્ષો બાદ.........


રોમ જોમ જુસ્સામાં ફરતું 

વાદળ સમ ગરજે છે 

ચાહતમાં ભીંજાઈને એની

યાદોમાં વરસે છે.

મેઘના છાંટા ફરીથી આજે 

યૌવનના રંગો લાવ્યા છે 

વર્ષો બાદ....


તારી ચાહત, તારી ખુશ્બૂ

તારી યાદો લાવ્યા છે 

વર્ષો બાદ ફરીથી આજે

સ્નેહનાં વાદળ આવ્યા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama