STORYMIRROR

Dhrumil Jani

Drama Inspirational Others

3  

Dhrumil Jani

Drama Inspirational Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
253

સાકાર કરવા આંખોમાં 

સપના હજાર લઈને નીકળ્યો છું 

ખુદ પર રાખી ભરોસો 

હું મારો આધાર લઈને નીકળ્યો છું,


ઝીલવા હું પડકારોને

હિંમત બેશુમાર લઈને નીકળ્યો છું 

સ્વાગત કરવા જીતનું 

હું હાર લઈને નીકળ્યો છું,


હરાવવા માટે હારને

પ્રયત્નોની વણઝાર લઈને નીકળ્યો છું 

હું જીતી જઈશ એવી 

આશા મુશળધાર લઈને નીકળ્યો છું


લક્ષ્ય સુધી પહોંચવા આતુર એવું 

મારું મન બેકરાર લઈને નીકળ્યો છું 

નાટક ભજવવા જીવન નું 

'જાની'નો કિરદાર લઈને નીકળ્યો છું,


સાકાર કરવા આંખોમાં 

સપના હજાર લઈને નીકળ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama