વાદળો
વાદળો
1 min
27.6K
ઉમડ ઘુમડ થઈ આવે વાદળ,
ઝરમર વરસાદ લાવે વાદળ.
ગરમી એ ખુબ કરી શેતાની,
ઠંડી બુંદો વરસાવે વાદળ,
કાગળની આ નૌકા તરે,
રસ્તા પર નદીઓ લાવે વાદળ.
ચમક ચમક ચમ વીજળી ચમકે,
ગરર ગરર ગર ગરજે વાદળ,
સરર સરર સર હવા વહે,
ખેડૂતોને હર્ષાવે વાદળ.
ઝૂમી ઊઠી છે ડાળી ડાળી,
પાંદડાઓને નવડાવે વાદળ,
ચકલી સુકવેે પાંખો ને,
એની પાંખો ભિંજાવે વાદળ.
કહે 'જાની' હવે તો વરસો,
શું આમ રાહ જોવડાવે વાદળ ?
