કુમકુમ
કુમકુમ
તારા પ્રેમની વિશાળતા દરિયા જેવી છે,
ભિક્ષુ બન્યો માંગણી ખોબા જેટલી કરીને,
રંગી છે તને માત્ર ફૂલોની મીઠી સોડમથી,
બનાવું તને પત્ની કપાળમાં કુમકુમ ભરીને,
પાર કર્યા છે બંને સાથે મળી સંકટો હજાર,
બસ અટકી ગઈ છે રીત-રિવાજથી ડરીને,
હાથમાં હાથ રાખી કરશું વંટોળનો સામનો,
ભવસાગર પાર કરીશું આપણે સાથે તરીને,
વસંતમાં ખીલ્યા છે બંને પ્રેમના પુષ્પો બની,
પાનખરમાં પણ ખીલશું પ્રેમથી ઝરી ઝરીને.

