STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Others

3  

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Others

કુદરતનો જાદુ

કુદરતનો જાદુ

1 min
134

કુદરતે મદદગાર બની ગઈ,

દરેક પળ યાદગાર બની ગઈ,


ઓચિંતા પ્રસંગો એવા ઘડાયા કે,

અમારી પ્રેમ કહાની બની ગઈ,


વરસાદે પલાળ્યા એવા કે,

ઘેલી જવાની બની ગઈ,


બુંદ શીતલ ટપકી એવી કે,

ઓલી દીવાની બની ગઈ,


ગરજ્યા વાદળા એવા કે,

સમીપ સુહાની આવી ગઈ,


ઓચિંતી, તત્ર વીજળી કડકીને,

જલમાં અગ્નિ ભડકી ગઈ,


હતા ફૂલોના આશિક અમે કે,

તે મધુરજની ગમી ગઈ,


પ્રશાંત, ચાલ્યો કુદરતનો જાદુ કે,

તે જીવનસંગીની બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance