STORYMIRROR

Bharat Thacker

Drama

4  

Bharat Thacker

Drama

કુદરતની કરામત

કુદરતની કરામત

1 min
424


પ્રાણી હોય કે માનવ બંને કુદરતનુ પ્રદાન છે,

બંનેની જીંદગી કુદરતે બનાવી અસમાન છે,


સામાજીક પ્રાણી – માનવની સમજ છે, ગજબની

માનવ જાત ને બૌધીક શક્તિનું પણ અભયદાન છે,


પ્રાણી માટે હાસ્ય કે રુદન કરવુ નથી શક્ય,

જ્યારે માનવ જાતને હાસ્ય – રુદનનુ વરદાન છે,


પ્રાણી સામાન્યતઃ જીવે છે કુદરતને ખોળે,

માનવનું જીવન કૃત્રિમતા સમાધાન છે,


પ્રાણી ગમે ત્યારે દાખવી શકે છે પશુતા,

મનુષ્ય જ્યારે માનવતાથી નિષ્ઠાવાન છે,


પ્રાણી હોય યા હોય માનવ જાત,

માતૃત્વનું તત્વ બંનેમાં સમાન છે.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama