કુદરતને ખોળે
કુદરતને ખોળે


કેસરીયા, પીળા વાઘા પહેરી પોઢતાં,
સૂરજને દોડીને જરા ઝાંખી લઉં
સવારે વહેલા આવજો તમે,
રાહ જોઈશ, કહેતી તો આઉં
પાછા ફરતા પારેવડાંઓની
હરોળ, સુંદરતા વધારતા
નભને ઝાંખીને, કુદરતનું
સૌદર્ય માની તો લઉં.
સોહામણી સાંજે દરિયાકિનાંરે
જરા અરસપરસ ખોવાઈ ને
સંધ્યાનાં સાંનિધ્યમાં ભીંજાય,
કુદરતનાં પ્રેમમાં લપટાય તો જાઉ.
શીતલ હવામાં ભૂલી ભાન,
ચાંદની ને પણ નિરખી આવી,
તારલિયા ટમટમતા બોલ્યા;
પોઢીજા મારી ચાદરનાંં પોઢણમાં.
સવાર ફરી પાછી આવશે
હજારો આંકક્ષા લઈ,
ચાલ થોડું જીવી લઈએ
કુદરતને ખોળામાં જઈ.