Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

કુદરતના રંગ

કુદરતના રંગ

1 min
184


આનંદની કોઈ સીમા ના હોય

જ્યારે કુદરતના રંગ છવાતા હોય,


સવાર સવારમાં સૂરજની લાલીમા

આકાશમાં પ્રસરાતી હોય,


ધરતી પણ સજીવન બનતા

રંગબેરંગી થતી હોય,


એ કુદરતને નમન કરવાનું

મન આપણું થતું હોય,


ગગન આસમાની

ધરતીનો રંગ અલગ અલગ,


પ્રદેશ પ્રદેશે માનવ રંગ

શ્વેત શ્યામ ઘઉં વર્ણ

પીળાશ પડતો દેખાતો હોય,


કુદરત પણ મેઘધનુષમાં

સાત રંગોમાં રંગતા હોય,


રંગ રંગની વાતો અલગ

પશુપક્ષીના રંગ પણ અલગ,


વિચારો પ્રમાણે માનવ પણ

રંગીન બનતો હોય,


કાવ્ય રચના કરતા કવિ

રંગોમાં રંગાતો હોય,


આનંદની કોઈ સીમા ના હોય

જ્યારે કુદરતના રંગ છવાતાં હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy