STORYMIRROR

purvi patel pk

Romance Tragedy

3  

purvi patel pk

Romance Tragedy

કુદરત

કુદરત

1 min
203

પૂર્વાકાશે ઊગતો સૂર્ય ને, અસ્તાચળે જતો સૂર્ય કુદરત છે,

સૂરજનો તડકો ને, ચંદ્રની ચાંદની કુદરત છે,


ભાતભાતના પતંગિયા ને, રંગબેરંગી પતંગિયા કુદરત છે,

અડગ ઊભા પર્વત ને, વહેતી રહેતી નદીઓ કુદરત છે,


વરસતી વાદળી ને પક્ષીઓનો કલરવ કુદરત છે,

લીલાછમ ખેતરો છે, એ તો કૃપાળુ કુદરત છે,


અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, બંને રુઠેલી કુદરત છે,

અજોડ છે, આ તો પરમાત્માની પ્રકૃતિ છે,

અવર્ણનીય છે, ઈશ્વરનું વરદાન છે, આ કુદરત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance