Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

કસ્તુરી

કસ્તુરી

1 min
380

પડછાયા જેવો હમણાં હતો ગજબ ને હવે છે ગાયબ,

કિસ્સા સમયનાં પણ અજબ,

કોઈનો ખૂટતો નથી તો કોઈ પાસે છે જ નહીં સમય !

ભાસે નિરસ જીવન આગમને પરિતાપના સંતાપથી,

અનિવાર્ય આલાપ જીવનગીતનો,

જખમની દૂંટીમાંથી જ તો ખરે છે કસ્તુરી આનંદની !

વૃક્ષ બને છે સૂકુંભઠ્ઠ પાનખરમાં કંગાલિયત પ્રદર્શન,

પછી ફૂટે છે કોમળ કળી, કૂંપળો,

વિસ્મય પમાડે જીવનનું આ વિરોધાભાસ રહસ્ય !

જરાક પ્રતિકૂળ સમય મચાવે ભયંકર કાગારોળ,

મુસીબત જ સાચી નિશાળ,

તેજમાં આવે નિખાર, તપે સોનું ધખધખતી ભઠ્ઠીમાં !

જૂનુંપુરાણું ખંડેર પણ બેનમૂન કલાકારીગરી,

જાણે લીમડાની એક ડાળ મીઠી,

જળમાં મીનપિયાસી શું છે આ કરિશ્મા કુદરતનો ?

જીવનના ગણિતમાં ભૂમિતિના નિયમ નથી કોઈ,

આપમેળે લીલુંછમ કે સહજ સૂકું,

પાનખરનાં અત્યાચારો પછી જીવનવૃક્ષ બને રંગબેરંગી !

Rate this content
Log in

Similar gujarati poem from Romance