ક્ષણ પિંખાવે
ક્ષણ પિંખાવે
ઝરમર વરસાદ બેધાર વરસ્યો,
પ્રિયાની યાદમાં મનવા તરસ્યો.
યાદ એની દિનરાત તડપાવે,
મિલન માટે બહું તલસાવે.
વિયોગનાં વિષાદો છે રડાવે,
મિલન કાજે મને શાને સતાવે !
યાદ એની દિલમાં દર્દ જન્માવે,
વરસાદી ફોરાં મારું ભાન ભૂલાવે.
નયનમાં અવિરત અશ્રું લાવે,
પ્રિતનાં સંભારણે આંખે પૂર આવે.
દિલનાં ખૂણે ખૂણે કરચ ખૂંપે,
વિશ્વાસનાં શ્વાસોને ગૂંગળાવે.
યાદો તારી, વાતો તારી કેવી !
મુજ જિંદગીનાં ક્ષણ પીંખાવે.

