કરવાં છે
કરવાં છે
ઘરની ચોરી પર ચણતર કરવાં છે,
પંખી મ્હેલોને જડતર કરવાં છે.
ચૂકાવી દઉં ઋણ થોડું ઇશ્વરનું,
સરવાળા મારે સરભર કરવાં છે.
ગમતો ચકલીનો આ કલરવ ચીં ચીં,
માળા લટકાવી ઘરઘર કરવાં છે.
પાંખો ખોલી કેવાં રમતાં બચ્ચાં,
ઘરનાં ચોગાનો ફરફર કરવાં છે.
ઉંબરની ભીતર પણ ચણવાં આવે,
ખેતર વાવીને વળતર કરવાં છે.