STORYMIRROR

Narendra K Trivedi

Romance

3  

Narendra K Trivedi

Romance

કૃષ્ણનો રાધા વિરહ

કૃષ્ણનો રાધા વિરહ

1 min
164

થાકે મારા, નયન તુજની, રાહ જોતા જ આજે

યાદો તારી, યુગ યુગ બની, વાટ તારી જ જોતા,


બાંસુરી તો, સ્વર વગર છે, તૂટતા સૂર આજે

છેડું તોયે, સ્વર નિકળતા, દુઃખથી તો ભરેલા,


સુનું લાગે, કદમવ્રક્ષ તો, એકલોને અટૂલો

ખાલી આંખે, નિરસ નયને, તાકતો હૂં ધરાને,


ભૂલી શું તું ? વચન તુજનું, આ સ્થળે તો કરેલું

યાદોના તો, સગરઉછળે, હોડકાતો ગમોના,


રાધા, રાધા, હૃદય વદતું, પ્રલમ્બતા ભરેલું

રે ! રે ! આજે, નિરસ થયું છે, હૈયું રાધા વિનાનું,


તારી આંખે, જગત નિરખું, સુખથી તો ભરેલું

રાત્રી જાણે, સર્વત્ર પ્રસરી, આંખમાં તો અંધારું


ગોપીઓના, કવન કથનો, ગુંચવાયો શું કરું ?

ગોપીઓની, તડપન અધીરી, થઈ છે અહીં તો,


શાને કાજે, હૃદય, મનથી, બાંસુરી ન વાગે

આત્માનો છે, કણ કણ થકી, વાસ તારી જ સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance