STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

કૃષ્ણ

કૃષ્ણ

1 min
244

કૃષ્ણ કહો કે કહો શ્યામ

પવિત્ર પ્રેમનો એ પર્યાય,


વાંસળીના સૂર રેલાવતો

રાધાના હૃદયમાં વસનારો,


મોરપીંછથી સજનારો

મીરાનો માધવ કહેવાયો,


રૂક્ષ્મણી હઠાગ્રહ કાજ

પુષ્પ પારિજાત ખિલનારો,


છોડીને રણ નાઠ્યો

દ્વારિકાનો નાથ કહેવાયો,


બની સારથિ અર્જુનનો

ગીતા ઉપદેશ આપનારો,


ટચલીએ ગોવર્ધન ઉપાડ્યો

શેષનાગને પાતાળે પહોંચાડ્યો,


લાગ્યું જરાશુ પગે તીરને

છોડી જગની લીલા ચાલ્યો,


ભાલકાતીર્થમાં દેહ ત્યાગ્યો

ઓ કાન્હા તું ઉરે જડ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational