કૃષ્ણ
કૃષ્ણ
કૃષ્ણ કુંજ બિહારી તારી મહિમા છે ન્યારી,
લેખમાંં લખી રાધેકૃષ્ણ નામને જાવું વારી,
તારા વિના શ્યામ અંધારી વેરણ રાતડી,
માથે મોરપીંછ હાથમાં વાંસળી સોહે ગિરધારી,
નિત નિત કૃષ્ણ નામ જપું ગોપાલ ગિરધારી,
તારી છબી અલૌકિક રાધેના મનમાં વસી,
પ્રેમ દીવાની બની મીરાં રુદનમાં કૃષ્ણ રાખી,
સર્વસ્વ જીવન ગુણગાન ગાયે ભક્તિમાં ભાણી,
દ્વારકા વસી ગોકુળની માયા કૃષ્ણને લાગી,
રાધેના પ્રેમ અવિરસ જગતમાં પ્રેમ જીવંત શીખવી.

