STORYMIRROR

Dr.Sarita Tank

Drama Others

3  

Dr.Sarita Tank

Drama Others

કૃષ્ણ-આગમન...વ્યથા રાધાની

કૃષ્ણ-આગમન...વ્યથા રાધાની

1 min
39

મન લીધું હતું મનાવી,

ગયા પછી તમારા,

જીવન એકલું જીવવા,

આદત પણ સહી લીધી,

વેદના ગરક દિલમાં હતી,


હાસ્ય હોઠે રાખ્યું'તું છતાં,

એક આશ હતી જીવન જીવવા,

 જે હતી આજે પણ અડીખમ,

ડગલાં તેથી મકકમ હતા,

 ચાલ હતી ઉજ્જવળ,

ખબર કોને હતી !


ઓચિંતુ થાશે મિલન,

મૌન મહીં ખૂટશે શબ્દો,

એક ક્ષણે ધબકાર દિલ ચૂકતા,

પણ અરે! આ શું થયું,

આ ખાલી ધબકારે જ જાણે,

તારો વિરહ પણ ખાલી થયો જાણે,

હે શ્યામ ! તુજ આગમનની

આ કેવી અજબ અસર થઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama