STORYMIRROR

Chaitanya Joshi

Fantasy Others

3  

Chaitanya Joshi

Fantasy Others

કૃપા ઇશની

કૃપા ઇશની

1 min
27.4K


રીમઝીમ ધારે વરસતા વરસાદે કૃપા ઇશની પરખ પરખ,

સાવ શાંત તોય એની અમીધારા છે એની હરખ હરખ.


ના ગાજવીજ કે ધૂમધડાકા મીઠાં સલિલ ધરાને ધરતો,

ધીમી ધારે મબલખ દેતો અંતર એનાં હવે વરત વરત.


ધરતી સાદે આવ્યો કે ઓલ્યા મયૂર ટહૂકારે પહોંચ્યો,

જોઈ લે આભે ઘટાટોપ ઘન દીસે જાણે કે મરક મરક.


ફળી પ્રતિક્ષા કૃષિકારોની હૈયે હર્ષ એને હોય ઊભરાતો,

મીટ માંડીને બેઠા ચાતકી જગના તાત નૈને પલક પલક.


હરખ્યાં નર નારી પુષ્કળ પામ્યાં વારિ મોસમ થશે ધારી,

નદીનાળાંને સરવર ભરાયાં જીવન પામી છલક છલક.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy