કર્મનું ફળ
કર્મનું ફળ


કર્મનાં પાપ જ, નડે છે જો બધાં ;
આમ ના એનેય, સંતાડો હવે.
જે સબંધોમાં, હતી વર્ષો સુધી ;
લો ભરો જૂની, એ તિરાડો હવે.
જો તમે ભારે કરી, ભાઈ ભવાઈ ;
બસ તમે, ઓછી કરો રાડો હવે.
કામ તો કાળા, ઘણાં કરતા તમે ;
ના કરોને, ખોટો દેખાડો હવે.
જો બધા, જાણી ગયાં તમને પછી ;
ટૂંકમાં કે'જો, નહિ ફાડો હવે.
જિંદગીનો, ન કરો સરવાળો હવે ;
માર્ગને આખોય, અજવાળો હવે.