કર્મ થકી સુવાસ
કર્મ થકી સુવાસ


કરજે મહેનત ખંતથી આજે, કાલે એ રંગ લાવશે,
લક્ષ્ય પ્રતિ જાગૃત રહેજે, ધૈર્ય તણા ફળ આવશે,
જ્ઞાનની મહત્વતા જીવનમાં, જેમ તિમિરમાં દિપ છે,
ભણ્યા વિના ના ભાગ્ય ઉઘડશે, જેમ મોતી પર છીપ છે,
જ્ઞાનથી જીવનને અજવાળે, ભણતર સિદ્ધિ અપાવશે, કરજે મહેનત,
અધ્યયન થકી થઈ પારંગત, સેવાભાવ બતાવજે,
માનવતાને રાખજે જીવંત, સફળતાને તું પચાવજે,
પગ ધરતી પર ધરીને રહેજે, તારી કીર્તિ આકાશે આંબશે, કરજે મહેનત,
કરજે નામના કોઈ પણ ક્ષેત્રમાં, સદાચાર તું પાળજે,
મૂલ્યોને ના વેગળા કરજે, આદર્શોને અવધારજે,
દેશનું નામ રોશન તું કરજે, તુજ કર્મ થકી સુવાસ ફેલાવશે, કરજે મહેનત.