STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

કરીએ

કરીએ

1 min
26.7K


એકાદ અમસ્તો શિરસ્તો કરીએ,

એકાદ માણસને હસતો કરીએ.


જીવનપથ છોને હોય પથરાળ,

ધીરજ દાખવીને રસ્તો કરીએ.


મિટાવીએ શત્રુતા પ્રેમ પાથરીને,

દુઃશ્મનને હતો ન હતો કરીએ.


ચારે વરણ નગરમાં છો વસતા,

માનવ શોધી પછી નાતો કરીએ. 


પડેલાને ઊઠાડી હિંમત આપી,

પુન: એને આગળ ધપતો કરીએ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational