કરીએ નવી પહેલ
કરીએ નવી પહેલ
અવસર આવ્યો છે રૂડો કરીએ નવી પહેલ,
તિરંગાની શાન વધારવા કરીએ નવી પહેલ,
ભૂતકાળમાં ઘણું જોયું એ હવે ભૂલાય નહીં,
મુજ, મારું ને તારું છોડી કરીએ નવી પહેલ.
જાતિજ્ઞાતિના ભેદ ભૂલીને માનવતા મહેકાવી,
ભૂલો બીજું બધું છોડીને, કરીએ નવી પહેલ.
સમૃધ્ધિ ને સંસ્કૃતિ માટે ગર્વ કરો હિન્દવાસી,
અખંડ ભારતનાં સ્વપ્ન માટે કરીએ નવી પહેલ.
શૂરવીરોનાં બલિદાન કાજે થઈશું હવે એક,
માતૃભૂમિનું ઋણ ચૂકવવા કરીએ નવી પહેલ.
