કરી શકીશ
કરી શકીશ
તારા જ પ્રેમમાં જીવનાર હું,
તારી બેરુખી સહન કરી શકીશ કે કેમ ?
તારા હાસ્યને જીવનની વર્ષા સમજનાર હું,
તારા રુદનને જીરવી શકીશ કે કેમ ?
તારી નિકટતાને સૌભાગ્ય સમજનાર હું,
તારાથી દૂરી જીરવી શકીશ કે કેમ ?
તારા પ્રેમનાં સથવારે જીવનપંથ કાપનાર હું,
તારા વિના મંઝિલ મેળવી શકીશ કે કેમ ?
તારી વાણીને સરગમનાં સૂર માનનાર હું,
તારું મૌન સહી શકીશ કે કેમ ?

