STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

કરી જાય છે

કરી જાય છે

1 min
182

લાગણી ભીની મન ને તરબોળ કરી જાય છે,

અછત લાગણીની ટાઢાબોળ કરી જાય છે !


ગગન વરસે છે અનરાધાર ધરાની યાદમાં,

યાદ કોઈ જુની લાગણીશીલ કરી જાય છે !


વિચારોના મતભેદ લાવે છે સંબંધોમાં અંતર,

સંવેદનાઓ જાણે મનને બધિર કરી જાય છે !


ફૂલોની ખાસિયત છે સુગંધ ‘ને સુંદરતા,

મુલાકાત પહેલી એ બાગ બાગ કરી જાય છે !


અહમ માનવીને ભૂલાવે છે સાનભાન

'ચાહત'નાં સંબંધને એ ખાખ કરી જાય છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract