કરામત
કરામત
કીડી માટે કણ ને,
હાથીને મણ,
કરામત પ્રભુની,
અંધારી અમાસમાં
આશાનું કિરણ
દોસ્તોની કરામત,
હરિમારગે વળે
નાસ્તિક મન
કાળની કરામત,
કરામત કેવી છે
ઈશ્વરકૃપા
નારીયેળમાં પાણી,
અંકુર ફૂટે, ઊગે
નિર્જીવ બીજ
ઈશની કરામત.
