STORYMIRROR

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

કરામત

કરામત

1 min
232

એવી તે કઈં કરુ કરામત કે

થાય મારા પ્રેમની મરામત,

કરે તું સ્વીકાર મારા પ્રેમનો એ જ 

ઉઠાવું હવે જહેમત !


કરું છું પ્રેમ તને એ

કેમ કરી કરુ સાબિત,

તારા પ્રસ્તાવનો સ્વીકારભાવ

એ જ તો મારી નિસ્બત !


તું સ્વીકારે કે ઠુકરાવે એ તારી મરજી,

બાકી તું તારા રસ્તે,

હું મારા રસ્તે એ જ ખરી ગનીમત !


નથી રાખવું અંટસ કોઈ મને એમાં ,

મારા જીવનમાં તું કાયમ રહેશે બનીને રુબાયત !

હતું તું જ મારુ સર્વસ્વ ને રહેશે હજીય કાયમ,

મારી તો છે આખેઆખી તું જ કાયનાત !


જીવી લઈશ જીવવું તો પડશે જ,

પણ મારી જમા પૂંજી રહેશે તુજમાં તું જ મારી વિસાત !

કરવો મારા પ્રસ્તાવ નો સ્વીકાર કે અસ્વીકાર, 

તારા પર છોડું છું

ફેરવવી છે કરવત કે લાવવી છે બરકત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance