કફન
કફન
1 min
152
કેટલી ઈચ્છાઓને કફન ઓઢાડીને દફનાવી છે મેં,
તારી બેરુખીઁને પણ સદા હોંશથી અપનાવી છે મેં,
નથી રાખ્યો હિસાબ મળેલાં બેસુમાર જખ્મોનો કદી,
મારી બધીજ લાગણીઓને નિષ્ઠુર હવે બનાવી છે મેં,
દર્દ પર દયા જતાવનારા જરાયે રાસ નથી આવતા મને.
મારી જાતને ખૂબ મુશ્કેલીથી આમ પાછી મનાવી છે મેં.
જીંદગી આખી વિતાવી દીધી તારી જ ખુશીની શોધમાં,
મારી મજબુરીને તારી સમક્ષ કદીયે ક્યાં જતાવી છે મેં?
દસ્તુર છે દુનિયાનો કાયમ ઉપકાર પર અપકાર કરવાનો.
કડવી યાદોને દિલ-દિમાગમાંથી સદા માટે હટાવી છે મે.