કોશિશ ના કરો
કોશિશ ના કરો
જિંદગીને જીવથી વધારે જીવો એને સમજવાની કોશિશ ના કરો,
સમય જે ચાલે છે એની સાથે ચાલો, સમય ને બદલવાની કોશિશ ના કરો,
દિલ ખોલીને જીવો એની અંદર ને અંદર ગુંગળાવાની કોશિશ ના કરો,
જે મળ્યું છે એને મોજથી માણો, જે નથી એના માટે અફસોસ કરવાની કોશિશ ના કરો,
કોઇ છૂટી જાય તો છૂટવા દો, સાથે જે છે એને દુખી કરવાની કોશિશ ના કરો,
જે મળવાનું છે એ મળી જ ગયું છે જે નથી એને જબરદસ્તી મેળવવાની કોશિશ ના કરો,
જે થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે એમા કંઇક ખોટું શોધવાની કોશિશ ના કરો,
જે તમને સમજે છે એની સાથે રહો જે તમને નથી સમજતા એને સમજાવાની કોશિશ ના કરો,
કેટલીક વાતો ઇશ્વર પર છોડી દો, બધું પોતે ઉકેલવાની કોશિશ ના કરો,
જીંદગી જે મળી છે એ મન મરજીથી જીવી લો, બીજા નાં હક પર જીવવાની કોશિશ ના કરો.