કોશિશ કરજો
કોશિશ કરજો


ઘર ભલે ગમે તેટલું રાખજો
એક ખૂણો હસવા માટે રાખજો
સૂરજ ગમે તેટલો દૂર રાખજો
એને ઘરે આવવા રસ્તા રાખજો,
ક્યારેક છત ઉપર ચઢી
તારા જરૂર ગણજો
થઈ શકે શક્ય તો
ચંદ્ર પકડવા કર લંબાવજો,
પલળવા મળે વરસાદમાં
ઉછળકૂદ તો જરુર કરજો
એક કાગળની હોડી
બાળકની જેમ તરાવી લેજો,
સ્વચ્છ આકાશે પતંગ ઊડાવી
પક્ષીઓની વાતો સાંભળજો
પણ ખુલ્લું હસવાનું ન ભૂલજો
જનાબ મજેદાર બની જીવી લેજો.