STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

4  

Vrajlal Sapovadia

Drama

કોરોનામાં લગ્ન

કોરોનામાં લગ્ન

1 min
96

જાડેરી જાનમાં છે વીસ પચીસ જાનૈયા  

મેચિંગ માસ્ક સાથે આવ્યા વરની મૈયા  


પીપીઈ ચૂંદડીમાં સુંદર લાગે છે કન્યા 

સજી ધજીને વરરાજા બેબાકળા બન્યા  


ગોર મહારાજને બીતા દાક્તરે તપાસ્યા 

માસ્ક પધરાવો સાવધાનથી કરી તપસ્યા 


લાકડીએ લાડુ લટકાવી પ્રેમથી પીરસ્યા 

દેહદુરીથી સૌ જાનૈયા બહુ રહ્યા તરસ્યા 


વરકન્યા બેઉને માસ્ક આપ્યા એંસીનેવું  

વેવાઈને વેન્ટિલેટર બાંધી આપ્યું નવું  


વિધિ ટૂંકમાં પતાવીને ગોર ઊભા થયા 

બે જાનૈયા બહુ તાવથી કોરેન્ટાઇન થયા 


ગોર અને ડોક્ટર આઇસોલેશનમાં ગયા 

વેવાઈને ભેટસામાન કામમાં આવી ગયા  


જાડેરી જાનમાં છે વીસ પચીસ જાનૈયા 

ડૂબતી ડૂબતી રહી ગઈ વરરાજાની નૈયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama