STORYMIRROR

Vrajlal Sapovadia

Drama Inspirational

3  

Vrajlal Sapovadia

Drama Inspirational

કોરોના

કોરોના

1 min
190

રમ્યાં ને વળી ભમ્યાં ઘણાં 

કોરોનાની થપાટે પૂર્યા ઘરે 

એકાંત કોરી ખાધું ત્યારે 

નીકળ્યાં ટહેલવા ભર બપોરે,


ખુલ્લે નાકે શ્વાશ લેતા 

વળતા ફેંક્યો ઉચ્છશ્વાસ ખુલ્લો 

તેજ ટકોરે ચમકતાં ચહેરે 

એ ય નીકળ્યો તો 

શિકાર કરવાં,


ભાળી ગ્યો રાત અંધેરે 

લઈ ગ્યો સીધો આજ મસાણે 

નહીં એકાંત અહીં કેટલો મનખો,


સૂતાં ચિત્તામાં 

પહેરી બખ્તર 

ડરતાં ડાઘુ 

ધ્રૂજતાં કાંધિયા 

સ્થિર મડદું,


રમ્યાં ને વળી ભમ્યાં ઘણાં 

સમજ્યા નહીં સમજાવ્યાં 

આરો કે ઓવારો નહીં 

ચાલો ત્યારે પંચ મહાભૂતમાં,

મળશું ફરી આવતી મહામારીમાં,


રમશું ને વળી ભમશું 

પૂરાશું ઘરમાં વળી 

ને ફરવાં નીકળશું નવી બપોરે 

નથી સમજવું, નથી સુધારવું 

ફરવાં નીકળશું રોજ બપોરે 

ખુલ્લાં મોઢે સાંજ સવારે 

સીધાં જઈશું પાછા મસાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama