કોરોના
કોરોના


આજ મજાનો દિવસ રહ્યો છતાં, દુઃખથી હર્યો-ભર્યો રહ્યો,
પાંચસોની બસ ના મળતા પાંચ હજારનો બોલેરો પડ્યો,
માંગ્યા ફડીયા રેડીએ તોય, કોઈ મનેખ ના મેલવા આયો
હતો દોસ્તીનો નાતો પરદેશ, આજ અમૂલો કામ આવ્યો,
માટે કર્મભૂમિને જુહાર કરી, આજ વતનનો સૂરજ જોયો
હેમ-ખેમ કરી વતન પહોંચ્યા, પરિવારનો મેળાવડો જોયો,
કોરોના તો ત્યાં કરતા અહીં છે જાજો, ડરનો ના પાર રહ્યો
હાથ ધોયા તપાસ કરી, ઓરડો આખો સૌએ બહુજ ધોયો,
હસીને હસીને મળતા પે:લા, આજ ક્યાંય ના ઉમંગ જોયો
'આંસુ'ભર્યા સ્મિત કરી, સૌએ દૂરથી ખબરનો ઈશારો કર્યો.