કોરોના છોડોના
કોરોના છોડોના


ચીનથી ચિનગારી બની જ્વાળારૂપે ફેલાતો,
વુહાન ની વંડી ઠેકી આગ વિશ્વમાં રેલાવતો…
સરહદમાં ન માનતો બધા ને છંછેડતો,
ધર્મ–જાતિ-રંગ ભેદ ભૂલવા બધાને ઢંઢોળતો…
ખોરાક માટે કપાતા પ્રાણીઓના પોકાર સાંભળતો,
સાનમાં સમજવા માનવીને ઠોકર લગાવતો...
કરફ્યુ ને “કેર ફોર યુ“ માં બદલતો,
“યુનિટ” ને બદલે “ડિવાઈડ” માં અટકતો..
આધુનિકતામાં અટવાયેલાને ઘૂટણિયે પાડતો,
હેન્ડશેક-હગ ભૂલાવીને નમસ્તે કરાવતો ...
વૃદ્ધો-બાળકોને જલદી અસર કરતો,
ન
ાના મોટા સૌ પર કાળો કેર વર્તાવતો..
ફરજીયાત ઓફિસને બદલે વર્ક ફોર હોમ કરાવતો,
બીઝી માણસને પરિવાર સાથે ટાઈમ અપાવતો...
વૈજ્ઞાનિક- રીસર્ચરો ને આખી રાત જગાડતો,
ખડે પગે સેવા કરતાં ડોક્ટર્સ- નર્સ ને આદર અપાવતો…
દેશ પરદેશમાં “વસુદૈવ કુટુંબકમ” ની ભાવના ફેલાવતો,
આપદા ને અવસરમાં બદલતાં ભારતીયોમાં ભટકાતો...
“કોવિડ19” નામ છે તારું, હુલામણા નામે તું “કોરોના” કહેવાતો,
સાવચેતી સાથે બનશો જો “ચેતન“ તો ચોક્કસ તે છોડોના કહેવાનો ...