STORYMIRROR

Hiten Patel

Inspirational Children

3  

Hiten Patel

Inspirational Children

કોણ સ્વપનાં જોતું હશે ?

કોણ સ્વપનાં જોતું હશે ?

1 min
218

તારા અને ચંદ્રકની મહેફિલે 

બેસી દિલોના મુક્ત રાગ છેડવા, 

ને આ શુક્રની ચકમકતી શુભ્ર 

દીવી તણી જ્યોતે ઘર ઉજાસવા,

કોણ સ્વપનાં જોતું હશે ? 


સ્વતંત્ર ઊંચે ઊડતાં પક્ષીઓની 

જેમ ઊડી આભ અવની ભમવા;

ને ગીતડાં કાન ભરંત મીઠડાં 

પ્રભાતકાલે ગવાતાં સમજવા,

કોણ સ્વપનાં જોતું હશે ? 


બેસી સપ્ત તુરગના રથ મહીં 

ચંદ્ર - રવિની સહે ગોષ્ઠી કરવા, 

ને ડુંગરો વાદળના પરે ચઢી 

છેડો નભનો જરી આવિષ્કારવા,

કોણ સ્વપનાં જોતું હશે ? 


વાતો સુણી કૌતુક, પ્રેમની ઘણી ;

સંગાથ સ્વર્ગ પરીની વિહરવા.

વૃંદાવનમાં જમુના તટે નાચી 

ફરી કનૈયા સહ ધેનુ ચારવા,

કોણ સ્વપનાં જોતું હશે ? 


ગીતો ગાઈ જંગલ, કંદરે અને 

ઊંચે બર્ફીલા ગિરિ શૃંગે ઘૂમવા, 

દૂરે વિશ્વથી : પશુ, પંખી, ઝાડ ને 

પ્રકૃતિ બાલ વચાળે વસી ઉલ્લાસે 

સદા ટહેલવા,

કોણ સ્વપનાં જોતું હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational