કોણ સમજે ?
કોણ સમજે ?
1 min
68
નિમિત્ત બન્યા અમે ભગવાનનાં;
મા અને ડૉક્ટર આ ધરતી પર.
નિઃસ્વાર્થ સેવા જેની અપરંપાર;
અમર થયા ધરતી પર મા ને ડૉક્ટર.
કરતા અમે સેવા નિઃસ્વાર્થ ભાવથી;
જન્મથી મરણ સુધી.
મળ્યું અમરત્વ ધરતી પર માને;
પરંતુ.. કોણ સમજે વ્યથા ડૉક્ટરની ?
સેવામાં ન જોયા દિન - રાત;
કરતા દિલથી સેવા મરીઝની;
કરી સમર્પણ જિંદગી મરીઝ નામ.
થઈ જતું જો સારુ મરીઝને;
તો અમને જ સૌ સમજતા ભગવાન.
પણ...... કથળતી હાલત જો મરીઝની;
તો અમે જ કહેવાતા;
નિર્દય, પાપી અને બેદરકાર.
કોણ સમજે વ્યથા ડોક્ટરની ?