કોણ કહે
કોણ કહે
કોણ કહે છે પ્રેમમાં હંમેશા પુરુષ દંડ પામતો ?
દંડાતી હતી નારી, એ તો સીતા હતી, મીરા હતી,
માન્યું કે, દેહપ્રદર્શન છડેચોક કરે છે નારી,
પણ, પીછો કરતી એ હવસખોર આંખો કોની હતી ?
કોણ કહે છે પ્રેમમાં હંમેશા પુરુષ દંડ પામતો ?
દંડાતી હતી નારી, એ તો રાધા હતી, ઉર્મિલા હતી,
માન્યું કે, પ્રેમમાં પાગલ થઈ 'આધળુંકિયા' કરે છે નારી,
પણ, એ નારીને વેશ્યાવાડે ભોગવનાર કોણ હતું ?
કોણ કહે છે પ્રેમમાં હંમેશા પુરુષ દંડ પામતો.

