STORYMIRROR

Sunita B Pandya

Inspirational

3  

Sunita B Pandya

Inspirational

કોમનમેનની ફરિયાદ

કોમનમેનની ફરિયાદ

1 min
458

હે ભગવાન,


શહેરમાં રહેવું પોષાતું નથી, ગામડું ગમતું નથી.

ગમ્યું એ મળ્યું નહીં, મળ્યું એ ગમ્યું નહીં.


વિદેશ જવા મળતું નથી, દેશમાં રેશન મળતું નથી.

ઓલ્ડ કાર ગમતી નથી, ઓડી કાર પોષાતી નથી.


થિયેટરમાં ફિલ્મ જોવું હોય છે, પોપકોન પોષાતું નથી.

રિસોર્ટમાં રહેવું પોષાતું નથી, ધર્મશાળામાં રહેવું ગમતું નથી.


બધું કહી શકાતું નથી, કહ્યા વગર રહી શકાતું નથી.

પડીએ તો ઊભું થવાતું નથી, પડયું રહેવાતું નથી.


મોટું દાન કરી શકાતું નથી, નાના દાનની કિંમત થતી નથી.

અમીરો સાથે ફરી શકાતું નથી, ગરીબો પાસે સમય નથી.


કોલ્ડ કોફી પીવું પોષાતું નથી, હોટ કોફી ગમતી નથી.

સ્વિટ્ઝર્લેન્ડ જવું પોષાતું નથી, સાપુતારા ગમતું નથી.


ભગવાને સ્મિત સાથે આપ્યો જવાબ,


કોને કીધું તું કોમનમેન છે?

તું તો કમ નથી મેન, થોડી નોટો કમ છે,

વેલકમ કરે છે તું તો પડકારોને,

વેલકમ કરે છે તું તો મહેમાનોને,

કોમનમેનનું તો ઊલટું પણ નમે નમકો થાય છે.


સ્વાદિષ્ટ વાનગીમાં નમક છે તું તો, 

તેથી તો તારા આગળ નમે છે લોકો,

મોહનથાળમાં ચાસણી છે તું તો,

અરે!  તું તો સુપરમેન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational