STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

કોઈ અર્થ નથી

કોઈ અર્થ નથી

1 min
374

દુરથી તમને જોયા કરું, 

નજીક આવવાનો કોઈ મતલબ નથી.


યાદમાં તમને પામ્યાં કરું,

 હકીકતમાં પામવાનો કોઈ અર્થ નથી


તમે ચાલ્યા ગયા, મને મુકી, 

વિરહે રડવાનો કોઈ અર્થ નથી.


પ્રેમ સંબંધ હતા મજાના,

હવે આંસુ વહાવાનો અર્થ નથી.


નસીબનું જોર હશે જેને તમે મળ્યા,

હાથની રેખાને કોસવાનો કોઈ મતલબ નથી.


હું રાહ જોઈશ તમારી અંતિમ સફર સુધી,

તમે આગળ વધી ગયા હશો જીંદગીમાં,

સંજોગોને વાગોળી દુઃખી થવાનો કોઈ અર્થ નથી.


દિલની લાગણી છલકાય છે, દરિયાસમી, 

કદાચ તમે ન સમજી શકો તેને,

કલમ ને વ્યર્થમાં ઘસવાનો કોઇ અર્થ નથી.


તમે ભલે જીત્યા હોય આ લડતમાં,

મારી હાર સામે તમારી જીત દમહીન છે,

આવા એકતરફી યુદ્ધનો કોઈ અર્થ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance