કન્યા વિદાય
કન્યા વિદાય
આજે આ જીવનમાં આવ્યો અનેરો પ્રસંગ,
ન જાણ્યો જાનકીનાથે આવ્યો વિદાય પ્રસંગ,
ભાઈ વગરની બહેન અને બહેન વગરનો ભાઈ,
થઈ ગયો આ સંસારમાં આવ્યો વિદાયનો પ્રસંગ,
પિતાનું ગયું કાળજું અને ગયો માતાનો પ્રેમ,
થઈ ગયો સૂનો સંસાર આવ્યો વિદાયનો પ્રસંગ,
છોડી ધન સંપત્તિ અને છોડ્યા કુટુંબ પરિવાર,
આવી અશ્રુની ધારા આવ્યો વિદાયનો પ્રસંગ,
સૂનું થયું ઘરસંસાર અને આંગણું ગયું સૂકાઈ,
બાળપણની આવી યાદ આવ્યો વિદાયનો પ્રસંગ,
ક્યાંય ગયું બાળપણ ક્યાં ગયો દીકરીનો અવાજ,
એ સાંભળતા આજે આવ્યો વિદાયનો પ્રસંગ,
રડે પિતાનું કાળજું અને રડે ભાઈની આંખો,
રડે માતાનો પ્રેમ આજે આવ્યો વિદાયનો પ્રસંગ,
જીવનનું સમર્પણ સમજતા દેખાયું જીવનનું દર્પણ,
સમજાયો જીવનનો પ્રેમ આવ્યો વિદાયનો પ્રસંગ.
