કલમની પાંખે.
કલમની પાંખે.


લઈ લખવા તો બેઠી,
પણ સમય સાથે સરી પડી, કંઈ ને કંઈ ફરી આવી.
ભૂતમાં જઈ ભમિયાવી
આમલી પીપળી ને થપ્પો, બાળક બનીને રમી આવી.
વર્તમાન ને તો બહુ કરી
અલકમલકની ઘેલછા કરી, મનોમંથન કરી પાછી ફરી.
ભવિષ્યમાં જઈ ફરી આવી,
અરમાનોનાં પોટલા, બે હાથથી ખુશીઓ સમેટી લાવી.
રચનામાં તો જીવી આવી,
તમે પણ વાંચી ને, સમયમાં સરી આવો.