કળયુગનો ધરમ
કળયુગનો ધરમ
સમજી ના શક્યા લોકો ગીતાનો મરમ,
ને જોતજોતામાં છીછરા કર્યા જો કરમ.
વાડા ને ટીલા ટપકાં તો છે કેટલાએ,
તોય આડંબરે ચૂકવ્યો આજે જો ધરમ.
દુષ્કાર્યને દાનથી ઢાંકે ને પાછા ફરે વટબંધ,
જરાક તો શરમ કરો, કેવા છે એ જો કરમ?
જિંદગીની આવીજ ઊથલ પાથલમાં,
ચૂકી રહ્યા છે માણસો એમનો જો ધરમ.
સમજી ના શક્યા લોકો ગીતાનો મરમ,
ને વાતો કરે છે કેવા રહ્યા તારા જો કરમ.
શું ભ્રમિત થયો માણસ કે કર્યા ભગવાનને?
કે કળિયુગમાં આવોજ બચ્યો છે જો ધરમ?
