STORYMIRROR

Sanket Vyas Sk

Romance

3  

Sanket Vyas Sk

Romance

કળી

કળી

1 min
474

ઇન્તેજારનો સમય હવે ખતમ થયો,

ઇઝહારનો સમય હવે પાકી ગયો,

કેવી છે આ પ્રેમ કહાની,

શરૂઆતથી જ ખુદને પામી ગયો, 


એ પ્યારી પ્યારી લાગી ગઈ,

દિલમાં એ સમાઈ ગઈ,

ઘણુએ વરસ્યો હું શ્રાવણ પર,

છતાએ કળી એ કરમાઈ ગઈ, 


કળીને મારે ખીલવવી છે,

ઇઝહાર કરી એ ઝીલવી છે,

ઇન્તેજાર કરીને થાકી ગયો છું,

એ કળીને પાંગરતી દેખવી છે, 


ભર-શિયાળે શ્રાવણ આવી જશે,

ના કહેતા પણ ઇઝહાર થઈ જશે,

પ્રેમના છોડ પર કળીને ખીલવવા,

આ પથ્થર પણ ખાતર થઈ જશે,


ભમરાએ ખૂબ કર્યો ઇન્તેજાર,


કેમ કરી કળીને ધરૂ હું,

       પ્રેમ તણો ઉપહાર,

ઇન્તેજારનો સમય ખતમ કરી ભમરાએ,

             કળીને કરી દીધો ઇઝહાર, 


ઇઝહાર કરવામાં 

      સમય ઘણો વીતી ગયો,

એવા એ સમયમાં 

      ભમરો પાગલ થઈ ગયો,

ભર-શિયાળે પ્રેમ તણા

      વાદળ વરસાવી,

ભમરો કળીમાંથી

      ફૂલને પામી ગયો...!    


Rate this content
Log in

Similar gujarati poem from Romance